4 બાળકોની માતાને થયો પ્રેમ તો પ્રેમમાં પાગલ માતાએ પ્રેમી સાથે મળીને પતિ સાથે કર્યું એવું કે…….

Gujarat

દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમમાં વ્યક્તિ પોતાની દરેક હદો પાર કરી જતા હોય છે.પ્રેમ સાથે સંકળાયેલ ઘણા કિસ્સાઓ પણ રોજ સમાચારમાં આવતા રહે છે.પ્રેમમાં ઘણીવાર કેટલાક લોકો એટલા બધા અંધ બની જતા હોય છે કે ન કરવાનું પણ કામ કરી જતા હોય છે.આજે આવો જ એક પ્રેમ સાથે સંકળાયેલ કિસ્સો ગુજરાતના એક શહેરમાંથી સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો ઘણો ચોંકાવનારો છે.જેમાં એવું સામે આવ્યું છે કે 4 બાળકોની માતાએ પ્રેમી સાથે મળી પ્રેમમાં કાંટારૂપ બનતાં પતિની હત્યા કરી સામાન્ય મોતમાં દર્શાવી દીધું હતું.અને અંતે તેમનું અંતિમ સંસ્કાર પણ કરી લીધું હતું.પરંતુ આવા કરેલા પાપનો ભાંડો ઘણા ઓછા સમયમાં ફૂટી ગયો હતો.

મળતા અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ ગામમાં પતિ અને પત્ની ગુજરાન ચલાવવા માટે ભાગીયાને રાખીને ખેતી કરાવતા હતા.એવું કહેવામાં આવે છે કે આ દંપતીએ 19 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.જેમાં 3 પુત્ર અને 1 પુત્રી હતી.આટલી ઉમર ધરાવતી હોવા છતાં આ યુવતી અન્ય યુવક સાથે પ્રેમ સબંધમાં જોડાઈ ગઈ હતી.

પરંતુ પતિ આ પ્રેમસંબંધમાં અડચણરૂપ બનતો હતો.જેથી પત્ની અને પ્રેમીએ ભેગાં મળી અડચણરૂપ બનતાં પતિની હત્યા કરી દીધી હતી.હત્યા બાદ પત્નીએ પતિનું મોત સામાન્ય સંજોગોમાં હોવાનું દર્શાવ્યું હતું,આટલું જ નહિ પરંતુ પતિના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.પરંતુ આ સમગ્ર ઘટના અંગે પતિના પરિવારને શંકા થઇ હતી.

આ પછી પતિના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.જેમાં પોલસને જાણવા મળ્યું કે ચાર સંતાનની માતાએ પ્રેમમાં પાગલ હતી,જેથી પ્રેમીને પામવા માટે પોતે પતિની હત્યા કરીહતી.હાલમાં પત્ની જેલમાં છે જયારે તેમના ચાર સંતાનો માતાપિતાની છાયા ગુમાવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *