40 વર્ષની ઉમરે પણ પતિની શોધમાં ટીવી જગતની આ ૫ અભિનેત્રીઓ,એકને તો જોઈએ છે એવો પતિ કે……..

Boliwood

બોલીવૂડ અને ટીવી ઉદ્યોગ હમેશા દર્શકોને કોઈને કોઈ રીતે મનોરંજન પૂરું પાડી રહ્યું છે.ક્યારે બોલીવૂડની વાત કરવામાં આવે તો અહી હજારો કલાકારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે જે હમેશા મોટા પડદે જોવા મળતા હોય છે,જયારે ટીવી ઉદ્યોગ તરફ જોવામાં આવે તો અહી પણ ઘણા કલાકારો જોડાયેલા છે.

ટીવી ઉદ્યોગ ખુબ નાનો ઉદ્યોગ હોવા છતાં તે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી રહ્યો છે,જેમાં હમેશા સિરિયલ અને કેટલાક રિયાલિટી શો જોવા મળતા હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે ભારત જેવા દેશમાં આ ઉદ્યોગ ઘણી લોકપ્રિયતા મળી રહ્યા છે.જયારે આ ઉદ્યોગ સાથે જોડાયેલ અભિનેતા અને અભિનેત્રીઓ હમેશા પોતાના કામથી સારી એવી ઓળખ પણ ધરાવતા થઇ ગયા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ટીવીમાં કામ કરતા કલાકારોને ઘરે ઘરે ઓળખવામાં આવે છે.આવી રીતે મોટાભાગની સિરિયલોમાં સ્ત્રીના પાત્રો વધારે જોવા મળતા હોય છે.અને તેમના પર ધ્યાન કેન્દ્રિત પણ વધારે થતું હોય છે.ઘણીવાર એવું જોવામાં આવે છે કે મહિલાઓ ટીવી અભિનેત્રીઓ જેવી નકલ કરે છે.

આટલું જ નહિ પરંતુ ટીવી શોમાં જોવા મળતા કપડા પણ પહેરે છે અને શોભામાં વધારો કરવાનું કામ કરે છે.તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ ટીવી અભિનેત્રીઓ છે જે આજે પણ એકલતાનું જીવન જીવે છે.તેમના લગ્ન થયા નથી થયા,પરંતુ તેમાંથી ઘણી એવી ટીવી અભિનેત્રીઓ છે કે જેમની ઉંમર વધતી હોવા છત્તા પણ લગ્ન નથી થયા.તો જાણો આ અભિનેત્રીઓ વિશે…

સાક્ષી તંવર –

તમને જણાવી દઈએ કે સાક્ષી તંવરન ‘બડે અચ્છે લગતે હૈ’ અને કહાની ઘર ઘર કી જેવી સિરીયલોમાં કામ કરીને આજે ઘર ઘરની જાણીતી અભિનેત્રી બની ગઈ છે.આટલું જ નહિ પરંતુ તેની સુંદરતા પાછળ ભલ ભલા લોકો પાગલ છે.આમિર ખાન સાથે તેણે ‘દંગલ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે સાક્ષી આશરે 47 વર્ષની પરંતુ આજે પણ લગ્નથી ઘણી દૂર છે.જયારે એવું કહેવામાં આવે છે કે લગ્નવગર સાક્ષીએ 2018 માં 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી.જયારે તે આજે પણ અપરિણીત છે.

શિલ્પા શિંદે –

આ અભિનેત્રી ખાસ કરીને ભાભી જી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીની ભૂમિકામાં જોવા મળી રહી છે. આટલું જ નહિ પરંતુ તે બિગ બોસની પણ વિજેતા રહી ચુકી છે.તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે આશરે 42 વર્ષની છે,પરંતુ તે આજે પણ અપરિણીત છે.કેટલાક અહેવાલો મુજબ ટીવી સીરીયલમાં કામ કરતી વખતે એક અભિનેતાને ડેટ કરી રહી હતી.બંનેની સગાઈ પણ થઈ હતી.જયારે લગ્ન પણ કરવા માટે તૈયાર હતી,પરંતુ કોઈ કારણોસર તેમના સંબંધો અચાનક તૂટી ગયા હતા.આ પાછી તે આજે પણ એકલી રહે છે.

મેઘના મલિક –

ટીવી અભિનેત્રી મેઘના મલિક ‘નાના આના ઇઝ દેશ લાડો’માં દાદીની ભૂમિકા ભજવી હતી,આ ભૂમિકાએ તેમને ઘણી ઓળખ આપી હતી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ આશરે 2000 માં લગ્ન કર્યાં હતાં,પરંતુ લગ્ન જીવનમાં કોઈ તકરાર ઉભી થઇ હતી જેના કારણે આખરે છૂટાછેડા લીધાં હતાં.તમને જણાવી દઈએ કે ત્યારથી આજ સુધી તે એકલતાનું જીવન જીવી રહી છે.

જયા ભટ્ટાચાર્ય –

જયા ભટ્ટાચાર્ય હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી આશરે 42 વર્ષની છે.જેણે ‘સાસ ભી કભી બહુ થી’માં કામ કરીને પોતાની એક સારી ઓળખ બનાવી હતી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી પોતાની આટલી ઉંમર પછી પણ સિંગલ છે.તેના એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેને એકલા રહેવું વધારે પસંદ છે.પરંતુ જો તેમને કોઈ સારો એવો અભિનેતા મળી જાય તો પોતાના વિચારો બદલી શકે છે અને લગ્ન પણ કરી શકે છે.

નેહા મહેતા –

હવે આ અભિનેત્રીને કોણ નથી જાણતું.નાના પડદાના સુપરહિટ શો તારક મહેતા કા ઓલ્તાહ ચશ્મામાં શ્રીમતી તારકની ભૂમિકા ભજવનાર નેહા મહેતા આજે પણ અપરિણીત છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી નેહા અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.તે આજે પણ સાચા પ્રેમની શોધમાં છે જયારે તેમને તેમનો પ્રેમ મળશે ત્યારે લગ્ન જીવનમાં જોડાશે.તે હાલમાં આશરે 42 વર્ષની ઉમર ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *