400 કમરા અને દીવાલો પર સોના ચાંદી લાગેલું,ખુબ જ આલીશાન છે જ્યોતિરાદિત્ય સિંધિયાનું મહેલ ,કીમત જાણીને તમે પણ ચોકી જશો……..

Uncategorized

ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તકરાર થતો આવ્યો છે.જયારે હાલમાં જોવામાં આવે તો મોટાભાગે ભાજપની સરકાર પોતાની કામગીરી કરી રહી છે.આવી સ્થિતિમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વિષે વાત કરવામાં આવે તો તે રાજકારણમાં અલગ વિશેષ પદ મેળવી ચુક્યા છે.જયારે આ પહેલા તે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા હતા.

તમને જણાવી દઈએ કે જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના પ્રખ્યાત સિંધિયા રાજવી પરિવાર સાથે સબંધ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે તેમના પિતા પણ રાજકારણમાં સક્રિય રહી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ મજબૂત નેતા તરીકે કામગીરી પ્ન્બ કરી છે.જયારે જીવાજી રાવ સિંધિયા ગ્વાલિયર રાજ્યના છેલ્લા મહારાજા હતા.

જયારે જ્યોતિરાદિત્ય તેમના પૌત્ર છે.હાલમાં ગ્વાલિયર શાહી પરિવારનો તાજ રાજકુમાર છે.જયારે તેમની પાસે આજે જે સંપતી છે તે તેમના પૂર્વજો પાસેથી મળી હોવાનું કહેવામાં આવે છે.તેમની પાસે જય વિલાસ પેલેસમાં પરિવાર સાથે રહે છે.આ વૈભવી મહેલના માલિક એકમાત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે મહેલ આશરે વર્ષ 1874 માં બનાવવામાં આવ્યો હતો.જયારે આજના સમયમાં આ મહેલની કિંમત 4000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવે છે.તેની કલાકૃતિ પણ ઘણી વિશાળ છે.તમને જણાવી દઈએ કે આ ભવ્ય મહેલ 147 વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો.પરંતુ આજે પણ તેની ભવ્યતા વિશાળ છે.

તમને જણાવી દઈએ કે આ મહેલ 12 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની કિંમત 4000 કરોડથી વધુ છે.જયારે આ મહેલમાં 400 થી વધુ ઓરડાઓ પણ આવેલા છે.જે દેખવામાં ઘણા વૈભવી અને સુંદર છે.આ મહેલ પરિવારનું નિવાસસ્થાન નથી પરંતુ તે જ સમયે તે ‘ભવ્ય સંગ્રહાલય’ તરીકે પણ પ્રખ્યાત હતું.

એવું કહેવામાં આવે છે કે આ મહેલના 30 થી વધુ ઓરડાઓ સંગ્રહાલયો તરીકે બનાવવામાં આવ્યા છે.આ મહેલમાં મોટાભાગના સ્થળોએ ઇટાલિયન કલા જોવા મળે છે.આ ઉપરાંત ફ્રાંસ,ચીન અને અન્ય ઘણા દેશોમાંથી આયાતી હજારો દુર્લભ કળાઓથી પણ તેમાં સજ્જ કરવામાં આવી છે.એવું પણ કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ ભવ્ય મહેલના નિર્માણનો ખર્ચ લગભગ 1 કરોડ રૂપિયા થયો હતો.

આ મહેલનો પ્રખ્યાત દરબાર હોલ તેના ભવ્ય ઇતિહાસને પ્રગટ કરે છે.આ સંગ્રહાલયમાં તે બે મોટા શૈન્ડલિયર્સ ધરાવે છે જેનું વજન હજારો ટન છે.જેમના વિશે એવું કહેવામાં આવે છે કે આ ઝુમ્મરને લટકાવતાં પહેલાં છત પર 10 હાથીઓ ચડાવ્યા હતા.અને તેમની મદદથી ઝુમ્મરને લટકાવવામાં આવ્યું હતું.આ મહેલમાં સિલ્વર રેલ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

આ ટ્રેનની વિશેષતા એ છે કે તેના ટ્રેક ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યા છે,અને આ રેલ ખાસ ભોજન સમારંભમાં મહેમાનોને ભોજન પીરસે છે.જ્યારે ભારતનો વ્યક્તિ અહીં મુલાકાત લેવા જાય છે,ત્યારે તેણે એક વ્યક્તિ માટે 150 રૂપિયામાં ટિકિટ લેવાની હોય છે અને વિદેશી પ્રવાસીઓએ ટિકિટ માટે 800 રૂપિયા ચૂકવવા પડે છે.આ દેખવામાં સપનાના મહેલ કરતા પણ વિશાળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *