5મુ પાસ મહિલાએ બે ગાયોથી શરૂ કર્યો વ્યવસાય અને આવી રીતે બનાવ્યો તબેલો,અત્યારે દર વર્ષે કરે છે આટલા લાખની કમાણી……..

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા વ્યવસાય સાથે મોટાભાગે પુરુષો જોડાયેલા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આજના સમયમાં હવે ઘણા પરિવર્તન આવી ગયા છે.પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ હવે ઘણા ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ પુરુષો કરતા પણ વધારે આવક ઉભી કરતી થઇ છે.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક મહિલા વિષે જણાવી રહ્યા છીએ,જે પોતે કોઈ પણ જાતની મોટી ડિગ્રી ધરાવતી નથી.પરંતુ પોતાના સમર્પણ અને મહેનતથી જીવનમાં ઘણી સફળતા મેળવી છે.

તમને જણાવી દઈએ કે આ મહિલા મૂળ લખનઉની છે,જેનું નામ બિત્ના દેવી છે.જે આજના સમયમાં બીજી મહિલાઓ માટે એક જીવતુંજાગતું ઉદાહરણના રૂપમાં જોવા મળી રહી છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલાને રાષ્ટ્રપતિ મારફતે ઈનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ મહિલાનો જન્મ રાયબરેલી નજીકના એક ગામમાં થયો હતો.

જયારે તેમનો પરિવાર ખેતી પર નિર્ભર હતો.જેમાં પિતા એક ખેડૂત હતા.જયારે ઘરમાં બે ભાઈઓ અને એક બહેન છે.જેમાંથી પોતે સૌથી નાની છે.આ મહિલા એવું જણાવી રહી છે કે પહેલા તેમના પરિવારમાં અને ઘરમાં છોકરીઓ ઘરની બહાર જઇને ભણવાનું ખરાબ માનવામાં આવતું હતું.કારણ કે પરિવાર અને ગામ ઘણા જુના વિચારો સાથે જોડાયેલું હતું.

આવી સ્થિતિમાં પરિવારમાં તેમના ભાઈઓ બહાર અભ્યાસ માટે જતા,પરંતુ પોતેના અભ્યાસમાં ઘરના લોકોએ કોઈ રુચિ રાખી ન હતી.જેથી પોતે પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરી શકી હતી.જયારે તે પોતે આશરે 15 વર્ષની થઇ ત્યારે તેમના લગ્ન પણ કરાવી દીધા હતા.જે લગ્ન પછી પતિ સાથે રહેતી હતી.તમને જણાવી દઈએ કે આ મહિલા હાલમાં ડેરી ઉદ્યોગ ચલાવી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ કામ તેણે 28 વર્ષ પહેલા માત્ર બે ગાયોથી શરૂ કર્યું હતું.આ મહિલા જણાવે છે કે પિતાના ઘરેથી એક વાછરડું ખરીદ્યું હતું.જે મોટું થયું ત્યારે 2 લિટર દૂધ આપતું થઇ ગયું હતું.આ પછી થોડા સમય પછી બીજી ગાય ખરીદી.આ સમયે એક દિવસ ત્યાના એક ઇન્ચાર્જ પતિને મળવા માટે ઘરે આવ્યા હતા.જયારે ઘરમાં બાંધેલી ગાયો જોઇને તેમણે ગાયભેંસ ખરીદી ડેરી ઉદ્યોગ શરૂ કરવાની સલાહ આપી હતી.

જયારે પતિએ પણ ડેરી ઉદ્યોગ શરૂ કરવા પોતાને જણાવ્યું હતું.આ પછી પોતે વિચાર્યું કે આ કામ ઘણું જલ્દી કરવું જોઈએ.આ પછી તે ધીરે ધીરે ગાય અને ભેંસ ખરીદવાનું ચાલુ કર્યું.જયારે બિત્ના દેવીના પતિ એક સરકારી શિક્ષક હતા.આવી જ રીતે પોતે ગાય અને ભેસોને ભેગી કરીને આજે તે ડેરી કંપનીની સફળ બિઝનેસ મહિલા બની ગઈ છે.

વર્ષે વર્ષે આ મહિલાએ દુધાળા પશુઓની સંખ્યામાં વધારો કર્યો.અંતે ડેરી વ્યવસાયની શરૂઆત વર્ષ 1996 માં કરી હતી.અને તેમાં તેમને ઘણી સફળતા પણ મળી.હાલમાં આ મહિલાને જોઈને અન્ય મહિલાઓએ પણ આ ધંધો શરૂ કરી દીધો છે.એવું કહેવામાં આવે છે કે તેમની પાસે હમણાં 40 દૂધ આપતા પ્રાણીઓ છે.જયારે તેમની દરેક સેવા પણ કરે છે.

આ ગાય અને ભેસને ખાવા પીવાથી લઈને દરેક બાબત પર ધ્યાન આપે છે જયારે આ બધાનું દૂધ કાઢવામાં આશરે બે કલાકથી પણ વધારે સમય લાગે છે.તે મશીનથી દૂધ કાઢવાનું પસંદ કરતા નથી.તમને જણાવી દઈએ કે વર્ષ 2014-2015માં તેઓએ કુલ 56, 567 લિટર દૂધનું ઉત્પાદન કર્યું હતું.જયારે હાલમાં તે દરરોજ ડેરીને લગભગ 155 લિટર દૂધ સપ્લાય કરે છે.

જયારે મહિલા જણાવે છે કે હું વાર્ષિક આશરે 56 હજાર લિટર દૂધ વેચે છે.દૂધ અને ખાતર દર વર્ષે 15 થી 20 લાખ રૂપિયાની આવક મેળવે છે.તે ગામના આજુબાજુના ઘણા ગામો અને દુકાનો સુધી, આ ડેરી ફાર્મ દરરોજ આશરે 5000 લિટર દૂધ સપ્લાય કરે છે.જયારે આવતા સમયમાં તેમની પાસે 100 ગાય અને ભેંસ હોય તેવી આશા વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે આ મહિલાને પ્રોત્સાહિત કરવા માટે 2018 માં રાષ્ટ્રપતિએ આઉટસ્ટન્ડિંગ ફાર્મર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.જયારે અગાઉ 2015 માં ‘કૃષ્ક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આટલું જ નહિ પરંતુ સતત 10 વખત કુલ રાજ્ય સરકાર તરફથી તેમને ગોકુલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે.તે પોતાની મહેનતે આજે લાખોની આવક મેળવી રહી છે.અને બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *