5 સ્ટાર હોટલથી ઓછુ નથી સાઉથના અભિનેતા નાગા ચૈતન્યનું ઘર,અંદરની તસ્વીરો જોઇને આંખો પહોળી થઇ જશે……….

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે વધારે ચર્ચામાં રહે છે તેવી જ રીતે કેટલાક સાઉથના પણ સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની વૈભવી જીવનશૈલીને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી જ રીતે સાઉથના જાણીતા અને લોકપ્રિય નાગા ચૈતન્યની વાત કરવામાં આવે તો તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સુપરસ્ટાર માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય સાઉથના દિગ્ગજ નાયક નાગાર્જુનનો પુત્ર છે.જેવી રીતે પિતાએ પોતાની સારી ઓળખ બનાવી છે તેવી જ રીતે પુત્ર નાગા ચૈતન્યએ પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.આ અભિનેતા નાગા ચૈતન્ય આશરે 34 વર્ષના થઇ ગયા છે.જયારે ગત્ત દિવસોમાં જ તેમનો જન્મદિવસ હતો.જેમાં તેમના ચાહકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો નાગા ચૈતન્યનો જન્મ 1986 માં થયો હતો.જયારે તેમનું આખું નામ ઘણા ઓછા લોકો જાણતા હશે,તેમનું સંપૂર્ણ નામ નાગા ચૈતન્ય અક્કીનેની છે.તે તેલુગુ ફિલ્મ ઉદ્યોગનો એક મોટો સુપરસ્ટાર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેમણે ઘણી ફીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.અને આજે પણ ફિલ્મોમાં પોતાના અનોખા અભિનયથી લોકોને પોતા બનાવી દીધા છે.

એવું કહેવામાં આવે છે કે નાગા ચૈતન્યને પણ તેના પિતાની જેમ વૈભવી જીવનનો શોખ છે.તેમના પિતા સુપરસ્ટાર હોવાથી નાગા ચૈતન્ય પણ નાનપણથી જ ફિલ્મો તરફ ઝુકાવ ધરાવતા હતા અને મોટા થયાની સાથે આ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા ઇચ્છતા હતા.નાગા ચૈતન્યનું હૈદરાબાદના મુખ્ય સ્થાન પર એક ભવ્ય ઘર છે.

તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સમન્તા અક્કીનેનીના પતિ પણ છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે સમન્તા સાઉથની જાણીતી અને સુંદર અભિનેત્રી છે.જયારે તમે પણ તેમની કેટલીક ફોટો જોઈ શકો છો,જેમાં તે ખુદ તમને જોવા મળશે.જયારે તેમના ભવ્ય ઘરની વાત કરવામાં આવે તો તે ઘણું જ સુંદર છે.

તેમના ઘરનો પાછલો ભાગ એકદમ ખુલ્લો છે,જ્યાં ઠંડો પવન અને સૂર્યપ્રકાશ સરળતાથી આવે છે. અહીં યોગા કરવી એ એક અલગ જ મજા છે.તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્યની ફિલ્મ કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં થઈ હતી.ફિલ્મ ‘જોશ’ તેમની પહેલી ફિલ્મ હતી.આ પછી નાગા ચૈતન્ય સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ તસવીર ઘરની છે.ઘરની અંદર એક સ્વિમિંગ પૂલ પણ છે,જેમાં તેની આસપાસનો વિસ્તાર બનાવવા માટે સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સફેદ જગ્યા ખૂબ જ અદભૂત અને માનનીય લાગે છે.જ્યારે પણ નાગા ચૈતન્ય અને સમન્તાને ઠંડક જોઈએ ત્યારે તેઓ તેમના ઘરના ધાબા પર પહોંચે છે.

નાગા ચૈતન્ય અને સમન્તા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કરી લીધાં હતા.બંનેની ડેટિંગ વર્ષ 2015 માં શરૂ થઈ હતી.બે વર્ષના સંબંધ પછી નાગા ચૈતન્ય અને સમન્તા 2017 માં લગ્ન બંધનમાં જોડાયા હતા.જયારે તેમની જોડી પણ ઘણી સુંદર માનવામાં આવે છે,તેમના કેટલાક ફોટાઓ સોસીયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *