500 રૂપિયા લઈને શરૂ કર્યો હતો ધંધો આજે છે કરોડોના માલિક ,ખુબ જ રસપ્રદ છે મુકેશ અંબાણીની આ કહાની…….

Gujarat

એશિયાના અને ભારતના મોટા ધનિક વ્યક્તિની વાત કરવામાં આવે તો તેમાં પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે.આટલું જ નહિ પરંતુ તેમનું નામ દુનિયાભરમાં જાણીતું રહ્યું છે.તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે જે ચેરમેન,મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌથી મોટા શેરહોલ્ડર છે.

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હમેશા વૈભવી જીવનને લઈને વધારે ચર્ચામાં પણ રહે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણી ભારતના સફળ ઉદ્યોગપતિ તો છે સાથે સાથે સૌથી ધનિક વ્યક્તિ પણ છે.આજે કરોડો અબજોના માલિક હોવા છત્તા તે દરેક સાથે નમ્રતાથી વાત કરતા હોય તેવું જોવા મળે છે.

આજના સમયમાં ઘણા લોકો તેમના જેવા બનવા માંગે છે આટલું જ નહિ પરંતુ ઘણા લોકો તેમના વિચારો સાથે પોતાને સરખાવનો પ્રયત્ન કરે છે.એવી ઘણી વસ્તુઓ છે જે મુકેશ અંબાણીને બાકીના કરતા અલગ બનાવે છે.આજે દરેક મુકેશ અંબાણી જેવા ધનિક અને સફળ ઉદ્યોગપતિ બનવા માંગે છે.આવી સ્થિતિમાં આજે તમને તેમના જીવન સાથે જોડાયેલી અમુક બાબતો જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે જ્યારે અંબાણી ગુજરાતથી મુંબઇ આવ્યા ત્યારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.આટલું જ નહિ પરંતુ તેમની પાસે આશરે 500 રૂપિયા જ હતા.જયારે હાલમાં તે 500 સાથે અબજોપતિ બની ગયા છે.તમને જણાવી દઈએ કે વર્ષ 1966 માં અંબાણીએ નરોડામાં તેમની પ્રથમ ટેક્સટાઇલ મિલની સ્થાપના કરી હતી.

આ મિલની સફળતા પછી અંબાણીનું નસીબ વધારે ચમકવા લાગ્યું.એવું કહેવામાં આવે છે કે અંબાણીએ માત્ર 1 વર્ષ અને 2 મહિનામાં 10,000 ટન પોલિએસ્ટર યાર્ન લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.આ યાર્ન પછી અંબાણીએ વિમલ નામની પોતાની બ્રાન્ડ લોન્ચ કરી.1976 માં ધીરુભાઈ અંબાણીની કંપની કે જેની કિંમત 70 કરોડ હતી.તે વર્ષ 2002 માં 75,000 કરોડ થઈ હતી.

જયારે ભારતમાં જો કોઈ મોટી સફળતા મેળવી હોય તો તે રિલાયન્સ પહેલી ભારતીય ડિજિટલ કંપની હતી.જયારે કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મુકેશ અંબાણી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા માંગતા હતા.પરંતુ તેના પિતા ધીરૂભાઇ અંબાણીએ તેમનો અભ્યાસ બંધ કરાવી તેમની સાથે કામ કરવા બોલાવ્યો હતો.

આ પછી 1981 માં મુકેશે પિતા સાથે મળીને રિલાયન્સ પેટ્રોલિયમ કેમિકલ્સની શરૂઆત કરી.આ પછી અંબાણી તેમાં પણ સફળતા પ્રાપ્ત કરતા રહ્યા.આજે તે ઘણા મોટા ધંધા સંભાળી રહ્યા છે. અંબાણી તેની પ્રગતિ પાછળ સમાન શબ્દો કહે છે,દરેક વ્યક્તિને સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.તેથી નિષ્ફળતાથી કોઈ વ્યક્તિએ ડરવું ન જોઈએ.

અહેવાલો મુજબ અંબાણીની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા છે.જયારે લંડન સ્થિત એસપી હિન્દુજા અને તેમનો પરિવાર 1,86,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી સતત આઠ વર્ષથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *