વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવી દો આ એક છોડ,ચુંબકની જેમ ખેચાઈને આવશે પૈસો……

Uncategorized

આપણી દરેક વસ્તું સાથે આપણું જીવન જોડાયેલું હોય છે. તેમાંથી નીકળતી ઉર્જાની અસર આપણા જીવન પર પડતી હોય છે. વાસ્તું શાસ્ત્રમાં એવી અનેક ઉપાયો બતાવ્યા છે કે, જેના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર આપણા જીવનમાં વધે છે. આર્થિક તંગી નથી રહેતી. લોકો ધન પ્રાપ્તી માટે મની પ્લાન્ટ ઉગાડે છે, ત્યારે એક અન્ય છોડ છે કે, જેને ઉગાડવાથી આર્થિક તંગી દુર થાય છે.

ક્રાસુલા ઓવાટા ઉગાડો નહીં રહે રૂપિયાની ઓટ !

આ છોડને જેડ ટ્રી, ફ્રેંડશિપ ટ્રી, લકી છોડ, અને મની પ્લાન્ટના નામથી પણ ઓળખાય છે. આ છોડનું સાચું નામ ક્રાસુલા ઓવાટા છે. વાસ્તું પ્રમાણે આ છોડને ધન પ્રાપ્તી માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે, જો ખોટી દિશામાં ઉગાડવામાં આવ્યું તો ધનહાની પણ થાય છે.

આ છે છોડની ઓળખ

આ છોડના પાન થોડા જાડા હોય છે. સાથે જ મુલાયમ પણ હોય છે. ખુબજ જલ્દી ઉગી જાય છે. આ છોડના પાનનો રંગ આછો લીલો અને પીળો હોય છે

ક્રાસુલા ખુબજ આકર્ષક છોડ છે. તેના પાન થોડા લચીલા હોય છે જેથી જલ્દી તુટી નથી જતા. અને આ જ કારણ છે કે , આ છોડની વધુ કાળજી નથી લેવી પડતી.

દિશાનું રાખજો ખાસ ધ્યાન

આ છોડને તમારા ઘરમાં રાખતા પહેલા દિશાનું ખાસ ધ્યાન રાખવું પડે છે.તમારા નામ અનુરૂપ દિશામાં રાખવાથી ધનનો લાભ થશે. જો દિશા ખોટી પસંદ કરી તો ધનહાની પણ પહોંચી શકે છે. આ છોડને હંમેશા પ્રવેશ દ્વારના જમીણી તરફ રાખવો જોઈએ

સકારાત્મક ઉર્જાનો થશે સંચાર

વાસ્તુ પ્રમાણે આ છોડના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. આ છોડ ધનને પોતાની તરફ ખેંચે છે. જો તમારી પાસે લક્ષ્મી સ્થિર નથી રહેતી તો આ છોડને તમારા ઘરે ઉગાડી જૂઓ.

વાસ્તું શાસ્ત્રમાં અનેક એવા ઉપાયો છે કે, જેના ઉપયોગ બાદ તમારા જીવનમાં બદલાવ આવે છે. યોગ્ય ઉપાય અને યોગ્ય દિશાની પસંદગી કરવાથી જ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, અને તમારી જિંદગી પર પણ અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *