96 વર્ષની દાદીએ ઘરમાં રહીને આવી રીતે હરાવ્યો કોરોનાને,આખો પરિવાર હતો કોરોના સંક્રમિત તેમ છતાં……

India

દેશમાં કોરોનાની બીજી લહેરે જે ઉભી થઇ છે તે ગંભીર સાબિત થઇ રહી છે.દિવસે દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,જયારે ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.આવી સ્થિતિમાં સમગ્ર માનવ ડર સાથે પોતાનું જીવન જીવી રહ્યો છે.હાલમાં જોવામાં આવે તો એવી સ્થિતિ ઉભી થઇ છે કે કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી રહ્યા.

આવી કપરી સ્થિતિમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે વધારે ડર ઉભો કરતા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં પણ કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીમાંથી સામે આવ્યો છે.જેમાં કોરોનાની ભયાનક બીજી લહેરમાં 96 વર્ષીય મહિલા જડ્પાઈ હત્રી,પરંતુ થોડા જ દિવસોમાં તે સ્વસ્થ થઇ ગયા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો આટલી વધારે ઉમરે કોરોના સામે ઘણા ઓછા લોકો સ્વસ્થ થતા હોય છે.પરંતુ આ વૃદ્ધ મહિલાએ આ વયના તબક્કે કોરોનાને હરાવ્યો છે.એવું કહેવામાં આવે છે કે વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં સારવાર આપી ન હતી,પરંતુ ઘરે જ ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વૃદ્ધ મહિલાના પરિવારમાં 67 વર્ષનો પુત્ર અને તેમની 64 વર્ષીય પુત્રવધૂ છે.આ સાથે તેમના બાળકો પણ છે.વૃદ્ધ મહિલાના પુત્રે જણાવ્યું હતું કે તેમની માતાનો રિપોર્ટ આશરે એપ્રિલના અંતમાં સકારાત્મક આવ્યો હતો.આ પછી ઘરે રહીને ડોકટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી.

આ સારવાર પછી તે ગત્ત દિવસોમાં સ્વસ્થ થઇ ગયા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.તે વધુમાં એવું જણાવે છે કે હોસ્પિટલોમાં સંસાધનોના અભાવને કારણે પરિવારે દાદીને ઘરમાં રાખવાનું નક્કી કર્યું.આવી સ્થિતિમાં ઘરેરહેલા પુત્ર અને પુત્રવધૂ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.આવી સ્થિતિમાં પરિવારની મુશ્કેલી વધારે વધતી હોય તેવું લાગ્યું હતું.

જયારે વૃદ્ધ મહિલાને કોરોના ચેપ લાગ્યો ત્યારે તે વધારે નબળાઇ અને તણાવની સાથે સાથે તાવની લાગણી અનુભવતા હતા,પરંતુ આ દરમિયાન પિતા બીમાર હોવા છતાં દવાઓ સાથે ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખતા હતા.ચેપનો દર વધતાં સીઆરપીનું સ્તર પણ વધે છે.તેમના પુત્ર વધુમાં જણાવે છે કે જયારે દાદીને કોરોના થયો હોવાનું ખરબ પડી ત્યારે તેણીની આશા સંપૂર્ણપણે ખોઈ બેઠા હતા.

પરંતુ ઘરમાં સારું વાતાવરણ ઉભું રાખ્યું જેથી 96 વર્ષીય મહિલાએ કોરોનાને હરાવી દીધો હતો.હાલમાં તેમનો પરિવાર ઘણો ખુશ છે અને કોરોના મુક્ત થઈને સ્વસ્થ છે.આટલું જ નહિ પરંતુ બીજા કોરોના દર્દીઓ માટે એક પ્રેરણમાં આપતા હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *