CIDના કલાકારો એક એપિસોડ માટે આટલી મોટી રકમ વસુલે છે, એસીપી પ્રદ્યુમ્નની ફી જાણીને ચોકી જશો…

Boliwood

બોલીવૂડ ઉધોગ જેવી રીતે વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન કરતો આવ્યો છે.તેવી જ રીતે ટીવી ઉધોગ પણ લોકોને વર્ષોથી મનોરંજન કરતુ આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મો ઉપરાંત હવે લોકો ઘણા ટીવી શો અને સિરિયલોને વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ શો છે જે વધારે લોકપ્રિય બન્યા છે.

જયારે કેટલાક ટીવી શો હમેશા લોકોને સારું હાસ્ય પૂરું પાડતા આવ્યા છે તો કેટલાક ટીવી શો લોકોને મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ આપતા આવ્યા છે.આવી સ્થિતિમાં જો ટીવી શો સીઆઈડીની વાત કરવામાં આવે તો તે એક જાણીતી શો રહ્યો છે.આ શો આજે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી રહ્યો છે.અને લોકો પણ વધારે પસંદ કરતા આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સીઆઈડી એક એવો શો રહ્યો છે જેને આજે બાળકોથી લઈને વડીલો સુધીના દરેક લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ શો આશરે 1998 માં શરૂ થયો હતો અને તે 22 વર્ષથી પણ વધારે સમયથી સતત ચાલતો આવ્યો છે.જયારે આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા રહ્યા છે.

સીઆઈડી શોમાં રહેલા દરેક કલાકારોને પણ જો કોઈ ઓળખ મળી હોય તો આ શો મારફતે પ્રાપ્ત થઇ છે.સીઆઈડીના તમામ કલાકારોએ પોતાનું પાત્ર સારું ભજવ્યું છે અને આ શો દ્વારા તેમને પણ ઘણી ઓળખ મળી છે.આ શોમાં એસીપી પ્રદ્યુમ્નથી લઈને દયા,અભિજીત,ડો.સલુન્કે સુધીની દરેક પાત્ર આજે વધારે જાણીતા રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને સીઆઈડી શોમાં જોડાયેલ કલાકાર કેટલાક પૈસાનો ચાર્જ લઇ રહ્યા છે તે જણાવી રહ્યા છીએ.

દયા –

તમને જણાવી દઈએ કે અભિનેતા દયાનંદ શેટ્ટીએ સીઆઈડી શોમાં દયાની ભૂમિકા નિભાવી છે.જયારે આ શોમાં તેમની એક અલગ જ ઓળખ રહેલી છે અને લોકો પણ તેમના પાત્રને વધારે પસંદ કરતા આવ્યા છે.તમને જણાવી દઈએ કે દયા રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ 2 માં પણ જોવા મળ્યો હતો.ખાસ કરીને આ અભિનેતા દરવાજા તોડવામાં વધારે નિષ્ણાત રહ્યા છે.અને તેના આજ અભિનયને લોકો વધારે પસંદ પણ કરતા આવ્યા છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં પ્રત્યેક એપિસોડ માટે તે આશરે 80 હજારથી 1 લાખ રૂપિયાની ફી લઇ રહ્યા છે.

અભિજિત –

તમને જણાવી દઈએ કે અભિનેતા આદિત્ય શ્રીવાસ્તવ સીઆઇડી શોમાં ઇન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકા નિભાવી રહ્યા છે.જયારે આદિત્ય શ્રીવાસ્તવ એક ટેલિવિઝન,ફિલ્મ અને થિયેટર કલાકારપણ રહી ચુક્યા છે.તે બ્લેક ફ્રાઇડે,સત્ય,ગુલાલ અને લક્ષ્યા સહિતની અનેક ફિલ્મોમાં પોતાની અભિનય આપી ચુક્યા છે.જયારે તેમના ફી ની વાત કરવામાં આવે તો તે આશરે એપિસોડ દીઠ 80 હજાર થી એક લાખ રૂપિયા લઇ રહ્યા છે.

ડો.સાલુન્કે –

એવું કહેવામાં આવે છે કે અભિનેતા નરેન્દ્ર ગુપ્તા સીઆઈડી શોમાં ડો સલુન્કેની ભૂમિકામાં રહ્યા છે,પરંતુ તેનું મન સીઆઈડી શોમાં એસીપી પ્રદ્યુમ્ન કરતા ઝડપથી ચાલતું હતું.તે ફક્ત શોની અંદર ડોક્ટર જ નહીં પણ એસીપી પ્રદ્યુમનનો સારો મિત્ર પણ છે.તે પણ પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,જયારે નરેન્દ્ર ગુપ્તા એક એપિસોડ માટે આશરે 40 હજાર લઇ રહ્યા છે.

ડો તારિકા –

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા મસુલે સીઆઈડી શોમાં ડો સલુન્કેની સહાયક ડો.તારિકાની ભૂમિકા નિભાવી રહી છે.ઘણા ઓછા લોકો જાણતા હસે શ્રદ્ધા મસુલે વ્યવસાયે એક મોડેલ છે.પરંતુ તેમના આ કામથી સાથે સાથે તે એક ટેલિવિઝન અભિનેત્રી પણ રહી છે.જયારે તે આ શોના એક એપિસોડ માટે આશરે 40 હજાર લઇ રહી છે.

ફ્રેડરિક્સ –

તમને જણાવી દઈએ કે શોની અંદર એક્ટર દિનેશ ફડનીસ ફ્રેડ્રિક્સનો રોલ કરે છે.શોની અંદર ફ્રેડ્રિક્સ તેની કોમેડીથી બધાને હસાવતો જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ તેમના આ અભીયને લીધે તે વધારે જાણીતો પણ રહ્યો છે.ખાસ કરીને આ શોમાં તે ઘણીવાર ડરી ગયેલા હોય તેવા પણ જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે દિનેશે આમિર ખાનની ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતા પણ જોવા મળ્યા છે.જયારે ખાસ કરીને સરફરોશ અને મેઘા ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળ્યો છે.જયારે તે એક એપિસોડ માટેઆશરે 70 થી 80 હજાર રૂપિયાની ફી લઇ રહ્યા છે.

એસીપી પ્રદ્યુમ્ન –

તમને જણાવી દઈએ કે સીઆઈડી શોમાં અભિનેતા શિવાજી સાતમ એસીપી પ્રદ્યુમ્નની ભૂમિકામાં જોવા મળ્યા છે.આટલું જ નહિ પરંતુ તે એક એવા અભિનેતા છે જે ઘણી ટેલિવિઝન સિરીયલો અને ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.ખાસ કરીને સીઆઈડી શોમાં એસીપી પ્રદ્યુમન બનીને તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે.જયારે તેમની ફીની વાત કરવામાં આવે તો શિવાજી સાતમ દરેક એપિસોડ માટે એક લાખ રૂપિયાથી પણ વધારે રકમ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *