IAS બનવાનું સપનું તૂટ્યું તો હાર ના માની અને શરુ કર્યો આ ધંધો હવે દર વર્ષે કમાય છે આટલા કરોડ………

Uncategorized

સપના સાકાર કરવા વ્યક્તિ રાત દિવસ એક કરી દેતો હોય છે. કેટલાકના સપના પૂરા થઈ જતા હોય છે. તો કેટલાકની ઈચ્છાઓ અધુરી જ રહી જતી હોય છે. પરંતુ એવું તો નથી કે, કોઈ ઈચ્છા અધુરી રહી જાય તો પછી જીવનમાં આપણે કઈ કરી જ ન શકીએ, ક્યારેક કુદરતે આપણા માટે કઈક અલગ જ વિચાર્યું હોય છે.

આવું જ કંઈખ બન્યું મનોજ આર્ય સાથે. મનોજ IAS ઓફિસર બનાવા માગતા હતા. અને તેના માટે દિલ્લીમાં જઈ વર્ષો સુધી મહેનત પણ કરી પરંતુ નિષ્ફળ રહ્યા, તેમણે રાજનીતિમાં પણ હાથ અજમાવી જોયો પરંતુ રાજનીતિમાં મન ન લાગ્યું. હાલ તેઓ ખેતી કરે છે અને કમાય છે લાખો રૂપિયા.

UPSCમાં નિષ્ફળ રહ્યા.. રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લના ઢિકાના ગામના રહેવાસી છે મનોજ આર્ય IAS ઓફિસર બનવું હતું એટલે વર્ષો સુધી દિલ્લીમાં રહી મહેનત કરી પરંતુ સફળતા મળી નહીં ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાથે વર્ષ 2006માં કામ કર્યું. અન્ના આંદોલનમાં પણ ભાગ લીધો. અરવિંદ કેજરીવાલ સાથે ઘણા આંદોલનો કર્યો તેના RTI ઓફિસર પણ બન્યા પરંતુ 2016માં રાજનીતિને અલવિદા કહીં દીધું

સંયોગથી શરૂ કરી ખેતી અને મળી સફળતા !

રાજનીતિને અલવિદા કહ્યા બાદ શું કરવું તે સમજાતું નહોંતું. ત્યારે એક દિવસ તેના મિત્રએ વોટ્સઅપના એક ગ્રુપમાં તેને જોઈન્ટ કર્યા. આ ગ્રુપ ખેતીનું હતું. આ ગ્રુપમાંથી મનોજને ખેતી અંગ આ ગ્રુપમાંથી માહિતી મળવા લાગી અને મનોજનું મન ખેતી તરફ વળ્યું ત્યારથી જ મનોજ શેરડીની ખેતી કરે છે અને તે પાકમાંથી ઓર્ગેનિક ગોળ બનાવે છે.

10 હજારથી શરૂ કર્યો હતો ધંધો… આજે બજારમાં ડંકો વાગે છે.

મનોજ આર્યએ 10 રૂપિયામાં ધંધો શરૂ કર્યો હતો. મનોજના પરિવારમાં કોઈ વેપાર કર્યો નહોંતો. પરિવારના લોકો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. પરંતુ મનોજે શેરડીની ખેતી શરૂ કરી અને પાકને સુગરમીલને વેંચવા લાગ્યો ત્યાં અનેક ધક્કા ખાવા પડ્યા જેથી તેમણે શેરડીમાંથી ઓર્ગેનિક ગોળ બનાવવાનો વિચાર આવ્યો અને 10 હજાર રૂપિયામાં ગોળ બનાવવાનું સેટઅપ ઉભું કર્યું આજે અનેક રાજ્યમાં મનોજ આર્યનો ઓર્ગેનિક ગોળ વેચાય છે.

અને તેઓ માત્ર્ ગોળમાંથી જ વાર્ષિક 6 લાખ રૂપિયા કમાય લે છે. મનોજ આર્યનું કહેવું છે કે, જીવનમાં તણે અનેક કામ કર્યા, પરંતુ ખેતીમાં તેને આનંદ મળે છે. જીવન ક્યારે તમને ક્યાં પહોંચાડી દે છે તે કઈ નક્કી રહેતું નથી. મનોજ આર્ય હવે માત્ર ખેતી જ કરવા માંગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *