IPLમાં જે ખેલાડી કેપ્ટન બને છે તેની કમાણી જાણીને તમારી આંખો પહોળી થઇ જશે ,આ ખેલાડી સૌથી વધુ કમાણી કરે છે……

Sport

દરેક ક્રિકેટરની ઓળખ આજના સમયમાં બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે જોવા મળી રહી છે.તે ક્રિકેટરો હમેશા પોતાની રમત ઉપરાંત પોતાના જીવનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.તે પોતાનું જીવન ઘણું વૈભવી રીતે જીવતા હોય છે.જયારે હમણાં ક્રિકેટની દુનિયાની સૌથી મશહુર લીગ આઈપીએલની શરૂઆત થઇ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે આઇપીએલ દર્શકો વગર રમાડવામાં આવી રહેલ છે.જેનું કારણ દરેક વ્યક્તિ જાણે છે તે છે દેશમાં ચાલી રહેલો કોરોના.આ દરેક બાબત વચ્ચે બધા ખેલાડીઓની આવકમાં કોઈ મોટો ફરક પડતો જોવા મળ્યો નથી.આજે તમને આઈપીએલની ટીમોમાં કેપ્ટન બનેલા ખેલાડીઓની વાર્ષિક કમાણી વિષે જણાવવા જી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે…

રોહિત શર્મા – મુંબઇ ઇન્ડિયન્સ

સામાન્ય રીતે જોવામાં આવે તો રોહિત શર્મા અમુક સમયે ચર્ચામાં જોવા મળતો હોય છે.આવી જ રીતે આઇપીએલ ઇતિહાસનાં સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા ભારતીય લિમિટેડ ઓવર્સ ક્રિકેટ ટીમના કપ્તાન છે.રોહિત મેગી,લેઝ,નિસાન,હાઇલેંડર જેવી ઘણી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.જયારે તેમની વાર્ષિક આવક વિષે વાત કરવામાં આવે તો તે દર વર્ષે આશરે 160 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

વિરાટ કોહલી – રોયલ ચેલેન્જર્સ બેંગલોર

વિરાટ કોહલી એક એવો ખેલાડી છે જે હમેશા પોતાની રમત ઉપરાંત પોતાની જીવનશૈલીને લઈને ચર્ચામાં જોવા મળતો હોય છે.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેપ્ટનશીપ કરતા નજર આવે છે.હાલના સમયમાં વિરાટ કોહલી ભારતનાં સૌથી અમીર ક્રિકેટર માનવામાં આવે છે.તે ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.જેમાંથી કોહલી ગુગલ ડુઓ,ફ્લિપકાર્ટ,માન્યવર,કોલગેટ,હિમાલયા વગેરે બ્રાન્ડનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે.જયારે તેમની વાર્ષિક આવક વિષે વાત કરવામાં આવે તો તે 688 કરોડ રૂપિયા કમાય છે.

મહેન્દ્રસિંહ ધોની – ચેન્નઈ સુપર કિંગ્સ

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં નજર કરવામાં આવે તો તેમાં એક નામ મહેન્દ્રસિંહ ધોનીની આવે છે.હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ ચુક્યા છે, પરંતુ તેમની બ્રાન્ડ વેલ્યુ અને પોપ્યુલારિટી આજે પણ ઘણી વધારે છે.તેઓ આજે પણ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યા છે.જયારે તેમની વાર્ષિક કમાણી પર નજર કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે 760 કરોડ રૂપિયાની તેમની કમાણી છે.તે ટીવીએસ સ્પોર્ટ્સ,ઓપ્પો,ગોડૈડી,ડ્રીમ 11 જેવી બ્રાંડ સાથે જોડાયેલા છે.

ડેવિડ વોર્નર – સનરાઇઝર્સ હૈદરાબાદ

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર તરીકે જો કોઈ નામ ધરાવતું હોય તો તે ડેવિડ વોર્નર છે. તને જણાવી દઈએ કે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ હાલમાં કરે છે.વોર્નર ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.પોતાની કેપ્ટનશીપમાં તેઓ એક વખત સનરાઇઝર્સને આઇપીએલનો ખિતાબ પણ અપાવી ચુક્યા છે.જયારે ડેવિડ વોર્નરની વાર્ષિક કમાણીની વાત કરવામાં આવે તો તેઓ દર વર્ષે 80 કરોડ રૂપિયા કમાય છે.

ઋષભ પંત – દિલ્હી કેપિટલ્સ

પોતાની ખતરનાક બેટિંગ માટે અલગ ઓળખ ધરાવતા ઋષભ પંત આઈપીએલની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન બનાવવામાં આવેલ છે.દરેક વ્યક્તિ જાણે છે કે પાછલા અમુક મહિનામાં તે ઘણા રમતમાં શાનદાર બેટિંગ કરતા જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે ઋષભ પંત હાલમાં આશરે 23 વર્ષી ઉમર ધરાવે છે પરંતુ કમાણીની બાબતમાં સિનિયર ક્રિકેટરથી આગળ પડતો રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે દિલ્હી કેપિટલ્સ ટીમ મેનેજમેન્ટ તેમને દર વર્ષે 15 કરોડ રૂપિયા આપે છે.આ સાથે તેઓ વાર્ષિક 48 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

કેએલ રાહુલ – પંજાબ કિંગ્સ

કેએલ રાહુલ ઘણા સમયથી રેમ અહેરની લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે.ક્લાસિકલ બેટ્સમેન કેએલ રાહુલ પોતાની સ્ટાઇલિશ બેટિંગ માટે અલગ ઓળખ ધરાવે છે.તે આશરે 29 વર્ષની ઉમર ધરાવે છે.આઈપીએલમાં તેઓ પંજાબ કિંગ્સનાં કેપ્ટન છે.આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ટાટા નિકસોન,રેડબુલ અને ક્યોર ફીટ જેવા બ્રાન્ડ સાથે પણ જોડાયેલા છે.તેમની વાર્ષિક આવક 62 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે.

ઈયોન મોર્ગન – કોલકત્તા નાઈટ રાઈડર્સ

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડનાં લિમિટેડ ઓવરનાં કેપ્ટન અને વર્તમાનમાં આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનાં કેપ્ટન છે.તે પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.જયારે તેમની આવક વિષે વાત કરવામાં આવે તો તે પણ હવે દિવસે દિવસે કમાણીની બાબતમાં આગળ આવી રહ્યા છે.અહેવાલ મુજબ તે વાર્ષિક 21 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

સંજુ સેમસંન – રાજસ્થાન રોયલ્સ

દરેક વ્યક્તિ જાણે છે કે કેરળનાં વિકેટકીપર બેટ્સમેન આ વખતે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરતા જોવા મળી રહ્યા છે.સંજુ સેમસન કુકબરા,એમઆરએફ,સરીન સ્પોર્ટ્સ, ભારત પે,હિલ અને અન્ય બ્રાન્ડ સાથે જોડાયેલા છે.જયારે તેમની વાર્ષિક આવક પર નજર કરવામાં આવે તો તે આશરે 43 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *