MComનો અભ્યાસ બાદ રમકડાંની જેમ પેટ્રોલનું ટેન્કર ચલાવે છે આ છોકરી,જયારે પોલીસે તેને જોયી તો ઉડી ગયા પોલીસના હોશ…

Uncategorized

આજના સમયમાં હવે પુરુષો કરતા પણ વધારે આવક અને નોકરી ક્ષેત્રે મહિલાઓ જોડાયેલી જોવા મળી રહી છે.જેમ કે કોઈ મોટી નોકરીની પોસ્ટ હોય કે કોઈ સામાન્યથી ભારે મજુરીનું કામ હોય દરેક બાબતમાં હવે મહિલાઓ વર્ચસ્વ ધરાવતી થઇ છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં મોટા ભારે વાહન પણ હવે મહિલાઓ ચલાવતી જોવા મળી રહી છે.

આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવી રહ્યા છીએ,જે આજે ટ્રક ચલાવીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિમાં સહભાગી બની રહી છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ એમ.કોમનો અભ્યાસ પણ કર્યો છે.જયારે તેની ઉમર આશરે 24 વર્ષની છે,પરંતુ તે જયારે નાની હતી ત્યારથી ડ્રાઈવિંગનો ઘણો શોખ ધરાવતી હતી.

હાલમાં આ મહિલા ટુ વ્હીલર નહિ પરંતુ ભારે ફોર વ્હીલર પણ ચલાવતી થઇ છે.તે હમેશા બધા કરતા અલગ કરવા માંગતી હતી.તમને જણાવી દઈએ કે તેમના પિતા પણ આશરે 42 વર્ષથી ટ્રક ચલાવીને પોતાનું ઘર ચલાવતા આવ્યા છે.હવે દીકરી પણ પિતાના પગલે ચાલતી જોવા મળી છે.તે પણ હવે પિતાની જેમ ટ્રકના સ્ટિયરિંગ હાથમાં લઇ લીધા છે.અને એક દીકરા જેવો પરિવારને સપોર્ટ કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી અઠવાડિયામાં ત્રણ દિવસ આ મહિલા પેટ્રોલનું ટેન્કર લઈને કોચીથી મલાપ્પુરમ જાય છે.આ બંને શહેરો વચ્ચે 150 કિમીનું અંતર છે,અને આ દેલિશા નામની મહિલા એક દિવસમાં 300 કિલોમીટર ટ્રક ચલાવે છે.જયારે આજે તે એક રમકડાની જેમ ટ્રક ચલાવતી જોવા મળી રહી છે.

જયારે એકવાર આ મહિલા ટ્રક ચલાવતી હતી,ત્યારે આરટીઓના વિભાગે આ મહિલાને નાની છોકરી અને નેશનલ હાઈવે ટ્રક ચલાવતી જોવા મળી હોવાથી આરટીઓના અધિકારીઓએ એક જગ્યાએ રોકી હતી.જેમાં તેની પાસેથી લાઈસન્સ સહિતના દસ્તાવેજની માંગ કરવામાં આવી હતી.જ્યારે 24 વર્ષની ઉંમરની દેલિશાએ હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાઈસન્સ ઉપરાંત જલદ પદાર્થોનું વહન કરવાનું પણ લાઈસન્સ બતાવ્યું ત્યારે આરટીઓના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

તમને જણાવી દઈએ કે જયારે આ સમગ્ર બાબત સ્થાનિક મીડિયાને જણાવતા આ મહિલા અચનાક ચર્ચામાં આવી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ આરટીઓના અધિકારીઓએ તેને શુભેચ્છા પણ આપી હતી.અને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ડ્રાઈવિંગથી ડરતી સ્ત્રીઓને મોટિવેશન આપવા માટે આ વાત મીડિયામાં આવવી જોઈએ.

અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આખા કેરળમાં એકમાત્ર મહિલા છે કે જે જલદ પદાર્થોનું વહન કરવાનું લાઈસન્સ ધરાવે છે.જયારે આ મહિલા એવું જણાવી રહી છે જયારે પોતે 16 વર્ષની હતી ત્યારે જ ટેન્કર ચલાવતા શીખી ગઈ હતી.પરંતુ પિતાએ તેની પાસે લાઈસન્સ ના આવી જાય ત્યાં સુધી ધૈર્ય રાખવા જણાવ્યું હતું.

આખરે 20 વર્ષની વયે તેને હેવી વ્હીકલ અને જલદ પદાર્થોનું વહન કરવાનું લાઈસન્સ મળ્યું હતું. એક ટ્રીપમાં 300 કિલોમીટર ટેન્કર ચલાવતી દેલિશા જણાવે છે કે તેને કાર ચલાવવા કરતા ટેન્કર ચલાવવું વધારે સરળ લાગે છે.આટલું જ નહિ પરંતુ રાત્રે પણ તે આ વાહન ચલાવતી હોય છે.તે હમેશા એવું જણાવે છે કે આ વાહન ચલાવવાનો પોતાનો મોટો શોખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *