TAUKTAE વાવાઝોડું આવતા ગુજરાતમાં આવી શકે છે મોટું સંકટ,ગુજરાતમાં આવી શકે છે ધોધમાર વરસાદ……

Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વધારે ગંભીર થતી જોવ્ચા મળી રહી છે તો બીજી બાજુ દિવસે દિવસે ગરમીનો પારો ઉંચો જતો જોવા મળી રહ્યો છે.આ બધી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં એક વધુ સંકટ પણ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે ગુજરાત જેવા રાજ્યમાં વાવાઝોડાનું સંકટ આવી શકે છે.અને વાતાવરણમાં ઘણો બદલાવ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું છે કે આ લો પ્રેશર સક્રિય થઈને વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે.

મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને તૌક્તે નામ આપવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ વિશાળ સાયક્લોન ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે છે.આવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે જણાવ્યું છે.હવામાન વિભાગ મુજબ આશરે 19મીએ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

જયારે ગુજરાત પહેલાથી જ સંકટમાં છે અને બીજું એક સંકટ આવી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ 14મી એ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.અચાનક ગરમીનો પારો નીચો આવી શકે છે.હાલમાં તો આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન વિભાગ નજર રાખી રાખી રહ્યું છે.

જયારે તેમના અવલોક મુજબ 16મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બની શકે છે.પરંતુ વાવાઝોડુ સક્રિય થઈને ચોક્કસ કઈ દિશામાં આગળ વધશે તે કહેવું હમણાં મુશ્કેલ છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 14 મેના રોજ દાહોદ,તાપી,ડાંગ, ભાવનગર,કચ્છમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ મધ્યમ વરસાદ પડી શકે છે.

હાલમાં તો સરકારે વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે નુકશાન ન થાય તે માટે અમુક સૂચનાઓ આપવામાં આવી છે.અને ટ માટે એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.જયારે રાજ્ય ગૃહમંત્રીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.તથા દરિયાકાંઠે રહેતાં લોકો સલામત સ્થળે ખસી જાય તેવી પણ અપીલ કરી છે.આની સુચના અવારનવાર મળતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *