USમાં નોકરી છોડીને યુવકે ભારતમાં શરૂ કરી ડેરી અત્યારે દર વર્ષે કરે છે આટલા કરોડની કમાણી,જાણો આખી ધટના…….

India

દરેક વ્યક્તિની કામ કરવાની વિચાર શક્તિ અલગ અલગ હોય છે.ઘણા લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી કરવા માંગે છે,જયારે કેટલાક લોકો નોકરી કરવાને બદલે હમેશા કઈક નવું કરવાનું વિચારતા હોય છે.અને આ દરેક બાબત ખાસ કરીને ભારતીય લોકોમાં વધારે જોવા મળે છે.ઘણા એવા પણ લોકો છે જે સારી નોકરી કે જેમાં વધારે પગાર હોય,પરંતુ તેને પણ છોડી દેતા હોય છે.

આજે તમને આવા જ એક વ્યક્તિ વિષે જણાવી રહ્યા છીએ,જે કર્ણાટકના પૂર્વ એન્જિનિયર હતા.જેનું નામ ઈન્દુકુરી છે.તમને જણાવી દઈએ કે આ યુવક અમેરિકાની મોટી કંપનીની સારી નોકરી કરતો હતો.પરંતુ હાલમાં તે ભારતમાં ડેરી ફાર્મનો બિઝનેસ શરૂ કરી દીધો છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.તે તેમાં ઘણો ખુશ છે.

આ ઈન્દુકુરીનું મુખ્ય વતન કર્ણાટક છે.તેણે IIT એન્જિનિયરીંગ કર્યું છે.જયારે પોતાના વધારે અભ્યાસ માટે અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી અને પીએચડીની ડિગ્રી મેળવી હતી.ડિગ્રી મેળવ્યા બાદ યુવકે અમેરિકન એક કંપનીમાં કામ કર્યું,આટલું જ નહિ પરંતુ તેમનો પગાર પણ ઘણો વધારે હતો.પણ આ યુવક પોતાની આ નોકરથી વધારે ખુશ ન હતા.

આ પછી પોતે પોતાની નોકરી છોડીને ભારત આવવાનો વિચાર કરી લીધો હતો.આખરે કંપનીમાં 6 વર્ષ કામ કર્યા બાદ ઈન્દુકુરીએ જોબ છોડી દીધી અને કર્ણાટક પરત આવ્યા હતા.હૈદરાબાદ આવ્યા બાદ તેમણે જોયુ કે સારું અને ચોખ્ખું દૂધ માટે શહેરમાં માત્ર સીમિત વિકલ્પો ઉપલબ્ધ હતા.તેમણે 2012 માં 20 ગાયો સાથે ડેરીની શરૂઆત કરી.

આટલું જ નહિ પ્રાંત આ ગાયોને દોહવાની અને ગ્રાહકોના ઘર સુધી દૂધ પહોંચાડવાનું કામ જાતે ચાલુ કર્યું હતું.અને શરૂઆતના પૈસાથી થોડું રોકાણ કર્યું.તમને જણાવી દઈએ કે આ યુવકે પોતાના પુત્ર સિદ્ધાર્થના નામ પરથી ડેરીનું શીદ ફાર્મ નામ રાખ્યું.આશરે 2018 સુધીમાં આ ડેરી હૈદરાબાદ અને તેના આસપાસના વિસ્તારોમાં 6,000 ગ્રાહકોને દૂધ પહોંચાડવા લાગી હતી.

આટલું જ નહિ પરંતુ આ ડેરીમાં આશરે 120 કર્મચારીઓ પણ કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર રૂ.40 કરોડ સુધીનું હોવાનું કહેવાય છે.ડેરી હવે દૈનિક 10,000 ગ્રાહકોને દૂધ પહોંચાડે છે.તમને જણાવી દઈએ કે આ યુવકે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં તેમણે અને તેમના પરિવારે ખૂબ જ મહેનત કરી છે.

ગ્રાહકોને તાજુ દૂધ પહોંચાડવા માટે તેઓ પોતે ખેતરમાં કામ કરતા હતા.જયારે ડેરીની સ્થાપના કરવા માટે તેમની બચતનો ઉપયોગ કર્યો હતો અને પરિવાર પાસેથી પણ મદદ માંગી હતી. ડેરીમાં પહેલા રૂ.1 કરોડ અને ત્યાર બાદ રૂ.2 કરોડનું રોકાણ કરીને બિઝનેસ ઊભો કર્યો હતો.2018માં બિઝનેસને વધુ સારી ગતિ મળી ત્યારે 2018માં રૂ.1.3 કરોડની લોન લઈને તેમાં વધારો કરવામાં આવ્યો હતો.

હાલમાં ગાય અને ભેંસના દૂધ સાથે દૂધમાંથી અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવામાં આવે છે.ગાયના દૂધનું બટર,સ્કીમ મિલ્ક,ગાયના દૂધનું ઘી,ભેંસના દૂધનું ઘી અને બટર,દહી, ઑર્ગનિક પનીર જેવી વેરાયટીનું વેચાણ કરવામાં આવે છે.આ દરેક પ્રોડક્ટની ગુણવત્તા નક્કી કરવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.પરંતુ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે દૂધના બિઝનેસને થોડી અસર થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *